૨૦૧૨ ઓલમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર મહિલા આજે ૧૬૭ રૂપિયાની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ કરેલ શાનદાર પ્રદર્શનથી સમગ્ર દેશ હાલ ખુશીઓ મનાવી રહ્યો છે.ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સરકાર દ્વારા મોટી રકમની જાહેરાત કરવામાં આવતી હોય છે.

જયારે તે વિજય મેળવાનીને વતન જતી વખતે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે.જયારે ઓલમ્પિકમાં એક એવી ખેલાડી જોડાઈ હતી કે તેને ખુબજ નામના મળી હતી.

પરંતુ આજે તેને મજૂરી કરીને ૧૬૭ રૂપિયાની કમાઈ રહી છે.વર્ષ ૨૦૧૨ માં લંડનમાં યોજાયેલી ઓલમ્પિકમાં ભારતની ખેલાડી આસામની પિંકી જે આજે ખુબજ આર્થિક સંકડામણ માંથી પસાર થઈ રહી છે.

પોતાનું ગુજરાન ચલાવા ચાના બગીચામાં કામ કરી રહી છે.હાલ પિંકીની ઉંમર ૨૬ વર્ષની છે.પરંતુ છેલ્લા ૯ વર્ષની તેની સાથે એવું થયું કે તમે કલ્પના પણ ના કરી શકો.એક સમય પિંકી લંડન ઓલમ્પિકમાં દેશની પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે જે પરત ફરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

તેના માટે ગણું બધું કરવાના વાયદા પણ કરવામાં આવ્યા હતા પછી કોઈ તેની તરફ જોયું પણ ન હતું જયારે એરપોર્ટ પર તેને મુખ્યમંત્રી પોતે મળવા માટે ગયા હતા.પરંતુ આજે તેને ગુજરાન ચલાવામાં ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હાલ પોતાનું ઘર ચલાવા માટે તે જ મજૂરી કરી રહી છે.કારણ કે આ પિંકીની માતા મૃત્યુ પામી છે અને પિતા વૃદ્ધ છે.તમામ જવાબદારી પિંકી પર જ છે.જયારે દેશ તરફથી કોઈ મદદ કરવામાં આવતી નથી ત્યારે તેમના રહેલી તાકાત અંદર જ રહી જાય છે.આવા ખેલાડીઓ દેશનું નામ રોશન કરવા માટે રાતદિવસ મહેનત કરે છે પછી તે સુખ અને સુવિધા ના અભાવે તે ઘરના કામમાં લાગી જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!