સુરતની ૧૯ વર્ષની મૈત્રી પટેલ વિશ્વની સૌથી નાની ઉંમરે પાયલોટ બનીને દેશનું નામ રોશન કર્યું…

ઓલપાડના શેરડી ગામની વતની અને ખેડૂત પરિવારની ૧૯ વર્ષીય મૈત્રી પટેલ સૌથી નાની ઉંમરમાં પાયલોટ બનીને પરિવારનું અને સુરતનું ગૌરવ વધાર્યું છે.અમુક બાળકો પોતાના જીવમ કંઈક ને કંઈક ગોલ નક્કી કરતા હોય છે.

અને તે ગોલ પૂરો કરવા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે ત્યારે તેમનો ગોલ પૂર્ણ કરી શકે છે જેના કારણે તે એક નવી સફળતા મળતી હોય છે.આ બાળકીને ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ શહેરની સેવન ડે સ્કૂલમાં કર્યો હતો.

ત્યારબાદ તેને પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું ત્યાં તેને ટ્રેનિંગ લેવાનું ચાલુ કર્યું હતું આ ટ્રેનિંગ ૧૮ મહિનાની હોય છે ટ્રેનિંગ પુરી ન થાય તો બીજા ૬ મહિના વધુ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે.

પરંતુ બાળકીએ ૧૮ મહિનાની ટ્રેનિંગ ૧૧ મહિનામાં પુરી કરી હતી.ત્યારે અમેરિકાએ આ બાળકી કોમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખી લેતા આ બાળકીને કોમર્શિયલ વિમાન ઉડાડવાનું લાયસન્સ આપ્યું હતું આ બાળકીનું પાયલોટ બન્યા પછી કેપ્ટન બનવાનું સપનું છે.તે પણ કહી રહી છે ટૂંક સમયમાં તે પણ સપનું પૂરું કરશે.

આ બાળકીની મહાનતાની વાત એ છે કે તેને ૧૮ મહિનાની ટ્રેનિંગ ૧૧ મહિનામાં પુરી કરી દીધી ત્યારે તેને અમેરિકાએ કોમર્શિયલ વિમાન ઉડાડવાનું તેને લાયસન્સ પણ આપી દીધું છે એક કહેવત છે મન હોય તો મારવે જવાય તે કહેવત આ ૧૯ વર્ષની બાળકીએ સાબિત કરી બતાવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!