વડોદરાની આ દીકરીએ ગુજરાતનું અને દેશનું નામ રોશન કરીને ડંકો વગાડી દીધો, જે ગુજરાતની પહેલી અને દેશની ચોથી લાઇસન્સ ધરાવતી મહિલા સ્કાયડાઇવર બની.
ઘણા એવા કિસ્સાઓ આપણે જોતા જ હોઈએ છીએ જેમાં હાલ દીકરીઓ દેશનું નામ રોશન કરતી જોવા મળી છે. એવા ઘણા બધા ઉદાહરણ જોવા મળતા હોય છે, હાલમાં ગુજરાતના વડોદરાની ૨૮ વર્ષીય શ્વેતા પરમાર જે હાલમાં આપણા રાજ્યની પહેલી લાઇસન્સ ધરાવતી મહિલા સ્કાયડાઇવર બની છે.
અને આખા દેશની ચોથી જે આપણા બધાની માટે ગર્વની વાત છે.શ્વેતાએ તેની આ સફળતા મેળવીને એવું કહ્યું હતું કે તેઓ ખુબ જ ખુશ છે અને તેઓએ તેમની આ સફળતાથી રાજ્ય અને દેશ માટે એક ગર્વની વાત છે.
તેમની આ સફળતા પછી ઘણા લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને એવું પણ કહ્યું હતું કે, તેઓ બીજા લોકોની માટે એક પ્રેરણા બન્યા છે. શ્વેતા પરમારે વધુમાં એવું કહ્યું હતું કે તેઓનો સ્કાયડાઇવીંગએ એક મોટો અને ખાસ અનુભવ છે.
જેથી તેની જો તેઓ કોઈ કામ સાથે તુલના કરે તો તેની તુલનામાં બીજું કઈ જ નથી આવતું. તેમનું આ સ્કાયડાઇવિંગયાએ તેમની માટે ખુબ જ ખાસ છે. તેમનું એવું કહેવું છે કે ઘણી જગ્યાએ હાલમાં રિવર ક્રાફ્ટિંગ થાય છે.
અને તેની સાથે સાથે હવે તેઓ સ્કાયડાઈવીંગની પ્રવ્રુતિ ઉમેરવાનું વિચારી રહ્યા છે અને તે ઘણા યુવાનોને ત્યાં આકર્ષી શકે છે. જેથી અહીં આવતા બધા જ પ્રવાસીઓ માટે તે સ્કાયડાઇવિંગનું એક પ્રખ્યાત સ્થળ પણ બની જશે.