ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને મહિન્દ્રા કંપનીએ ગિફ્ટમાં આપી XUV 700 કાર અને તેની સાથે મળી વર્ગ-1 ની નોકરી, બીજું શું શું મળ્યું જાણો…

નીરજ ચોપરાને લગભગ બધા જ લોકો ઓળખી ગયા જ હશો, જેઓએ હાલમાં ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે એક અલગ જ ઇતિહાસ રચી દીધો છે. આ જીત મેળવવા બદલ લોકોને તેમની ઉપર ખુબ જ ગર્વ થયો છે.

નીરજ ચોરાની આ જીત ઉપર તેમને ઘણા બધા પુરસ્કારો મળ્યા છે.નીરજ ચોપરાની આ જીત બદલ આનંદ મહિન્દ્રા પણ ગિફ્ટ આપવા માટે તેમની કંપની તરફથી નીરજ ચોપરા માટે XUV700 કાર ભેટમાં આપવાના છે.

નીરજ ચોપરા આર્મીમાં સુબેદાર પણ છે, જેઓએ હાલમાં એક ટોક્યો ઓલમ્પિકમાં સફળતાનો ડંકો વગાડી દીધો છે. તેઓને મહિંદ્રા કંપની તરફથી કાર તો ગિફ્ટમાં મળશે અને તેની સાથે સાથે કેટલાય પુરસ્કાર પણ મળશે.

તેમને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ત્યાંની રાજ્ય સરકાર તરફથી ૬ કરોડ રૂપિયા અને વર્ગ-1 ની નોકરી આપવામાં આવશે એવી જાહેરાત પણ કરી છે. તેની સાથે સાથે નીરજ ચોપરાને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ ૨ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

નીરજ ચોપરાની આ સફળતા જોઈને અને દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવા બદલ મણિપુર સરકારે પણ ૧ કરોડ રૂપિયા આપશે.નીરજ ચોપરાની આ સફળતામાં આઈપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પણ ૧ કરોડ રૂપિયા આપશે.

ઈન્ડિગો એરલાઇન્સ પણ નીરજને એક વર્ષ માટે ગમે ત્યાં જવું હશે તેને ફ્રી ટિકિટ આપશે. BCCI એ પણ બધા જ ઓલમ્પિકના ખેલાડીઓને સન્માનિત કરી નીરજને એક કરોડ કરોડ આપવાનું કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!