આ દીકરીઓ ત્રીસ હજાર જેટલી રાખડીઓ બનાવીને દેશની સેવા કરતા સેનાના જવાનની રક્ષા માટે બહેન બનીને પોસ્ટ મારફતે આ રાખડીઓ મોકલી ભાઈઓને આશીર્વાદ આપ્યા.
રક્ષાબંધન તહેવારમાં આપરા દેશની રક્ષા કરતા સૈનિકો પોતાની ફરજ નિભાવી દેશની સેવાનું કામ કરી રહ્યા છે તેમના માટે વડોદરાની એક શાળા માંથી દરેક વર્ષે રાખડી મોકલવામાં આવે છે.
આ વર્ષે શાળાના સંચાલક દ્વારા ૩૦ હજાર રાખડી તૈયાર કરવામાં આવી છે.૨ મહિના પહેલા લોકોને જાણ કરવામાં આવી હતી જેથી દરેક લોકો રાખડી મોકલી શકે.માત્ર ગુજરાત જ નહિ પરંતુ ૧૩ રાજ્યમાંથી રાખડી મોકલવામાં આવી છે.
આ ઉપરાંત વિદેશમાંથી પણ રાખડી આવી રહી છે.આ રાખડી ભેગી કરીને સૈનિકો માટે પોસ્ટ મારફતે મોકલવામાં આવે છે કારણ કે દરેક લોકો ધૂમ ધામથી તહેવાર ની ઉજવણી કરતા હોય છે પરંતુ આપરા દેશના સૈનિકો આપરા દેશની સેવા કરતા હોય છે.
તે કોઈ તહેવાર પણ પોતાના પરિવાર સાથે નથી ઉજવી શકતા.ત્યારે વડોદરા ની શાળા દ્વારા ખુબજ સરસ આયોજન કરી દેશના સૈનિકોને દેશની દરેક બહેનોના આશીર્વાદ મળી રહે તે માટે તેમના માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
દેશના સૈનિકો આપરી અને દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે આપરે શાંતિથી સુઈ શકીએ છીએ.અમુક સૈનિકો તેમના પરિવારમાં નાના બાળકો હોવા છતાં શહીદ થતા હોય છે ત્યારે તે લોકો તે બાળકો અને પરિવારની ચિંતા કર્યા વગર દેશની સેવા કરવામાં હંમેશા તત્પર રહેતા હોય છે રક્ષાબંધન તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર છે જેથી દરેક બહેનને પોતાનો ભાઈ ઘરે હાજર ન હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે.