આકાશમાં ૩૫૦૦૦ ફૂટની ઊંચાઈએ મહિલાએ વિમાનમાં બાળકને જન્મ આપ્યો, તો જેટ એરવેઝે આ બાળકને આપી અનોખી ભેટ અને હવેથી ગમે ત્યાં મફત મુસાફરી કરી શકશે.
અવારનવાર ચોંકાવનારા કિસ્સાઓ બનતા જ હોય છે, જેમાં બાળકો જયારે જન્મે છે એવામાં તેમનું નસીબ લઈને જ આવતા હોય છે. હાલમાં એક એવો જ બનાવ બન્યો છે અને તેમાં એક બાળકનો જન્મ જમીનથી ઉપર હવામાં ૩૫૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર થયો છે, આ બનાવ થોડા દિવસ પહેલાનો છે.
જ્યાં સાઉદી અરેબિયાથી ભારત આવી રહેલી એક જેટ એરવેઝની ફ્લાઇટમાં આ બાળકનો જન્મ થયો હતો. જન્મતાની સાથે જ આ બાળકને મળી એક એવી ગિફ્ટ કે તેનાથી તેને આજીવન ફ્રી ફ્લાઇટમાં ફરી શકશે એવી ભેટ આપી હતી.
જેટ એરવેઝનું એક વિમાન જેનો નંબર 9W-569 શનિવારે બપોરના સમયે ત્રણ વાગ્યાની આજુબાજુએ સાઉદી અરેબિયાના દમમામ્થી કોચી સુધી વિમાને ઉડાન ભરી હતી.આ ફ્લાઈટમાં એક સી જોસ નામની ૨૯ વર્ષની ગર્ભવતી મહિલા પણ હતી.
એવામાં તેને ડિલિવરી પેન ઊપડ્યું હતું. જેના પછી આ પ્લેનને મુંબઈ લઇ જવા માટે નક્કી કરાયું હતું. આ પ્લેનમાં કુલ ૧૬૨ જેટલા મુસાફરો પણ સવાર હતા અને એવામાં આ મહિલાએ હવામાં બાળકને જન્મ આપ્યો હતો. પ્લેનને મુંબઈ ગયા પછી આ માતા અને બાળક બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
આ બાળકના જન્મ થયા પછી જેટ એરવેઝએ આ બાળકના ભવિષ્ય માટે જેટ એરવેઝની મુસાફરી દરમિયાન તેને મફતમાં બધી મુસાફરી કરી શકશે. આ મોટી ઓફર પણ જેટ એરવેઝે આ જન્મેલા બાળકને ખાસ ભેટ આપી હતી.