અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં ૭૨ વ્યક્તિને નવું જીવન આપીને માનવતા મહેકાવી.

હાલ અનેક સેવાભાવિ સંસ્થા દ્વારા અંગદાનને ખુબજ મહત્વ આપવામાં આવે છે જેથી અનેક લોકો અત્યારે અંગદાન કરી રહ્યા છે અને અનેક લોકો અંગદાન કરી પણ રહ્યા છે.ત્યારે અનેક લોકોને નવું જીવન પણ મળી રહ્યું છે.

જેમાં અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં ૨૫ વ્યક્તિના અંગદાનથી ૭૨ વ્યક્તિને નવું જીવનદાન આપવામાં આવ્યું છે.તમામ જરૂરિયાત મંદ વ્યક્તિઓ લાંબા સમયથી શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યા હતા.

જેમાં ઘણા દર્દીઓ એવા હતા દિવસના ૨૪ કલાકમાંથી ૮ થી ૧૦ કલાક હોસ્પિટલમાં પસાર કરીને કિડની અને લીવર તેમજ હૃદયની સારવાર કરાવતા હતા સિવિલ હોસ્પિટલમાં થયેલા શરીરના અંગદાન થકી દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાયો છે.

છેલ્લા એક વર્ષમાં અંગદાનની જન જાગૃતિ સાથે કામગીરીને ઉચ્ચ સ્થળે લઈ જઈને કર્તવ્ય નિષ્ઠા અને ઉમદા કાર્ય કર્યું છે.જેમાં ૨૫ બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાન થકી સિવિલ હોસ્પિટલ માંથી ૮૬ અંગોનું દાન મેળવવામાં આવ્યું જેમાંથી ૭૨ લોકોનું જીવન બદલાઈ ગયું.

અંગદાન એ મહાદાન કહેવાય છે તે હવે લોકો સમજી રહ્યા છે અને બ્રેન્ડેડ લોકો અંગનું દાન પણ કરી રહ્યા છે જેથી જરૂરિયાત લોકોને નવું જીવન મળી રહ્યું છે જે અંગદાનની જન જાગૃતિ માટે ઘણી એવી સંસ્થા કામ કરી રહી છે જે એક સેવાભાવિ કામ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!