અમદાવાદમાં રહેતા લોકોના માથેથી મોટી ઘાત ટળી લોકાર્પણ પહેલા જ નવો પુલ ધરાશાઈ થતા લોકોએ કર્યા આવા સવાલ.

અત્યારના સમયમાં ટ્રાફિકની મુશ્કેલી દૂર કરવા માટે કરોડોના ખર્ચ કરીને બ્રિજ બનાવામાં આવે છે.ત્યારે અમુક સમય તે જ બ્રિજ લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે.અત્યારના સમય બ્રિજ તૂટવાની ઘટના વારંવાર સામે આવે છે.

જેનાથી કેટલાય લોકોના જીવનું જોખમ સર્જાય છે.ત્યારે હાલ તેવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે.અમદાવાદ શહેરમાં સરદાર પટેલ રિંગ ઉપર એક બ્રિજને લઈને એક મોટી દુર્ગટના સર્જાઈ છે જેમાં બ્રિજનો એક ભાગ તૂટી ગયો હતો સત નસીબની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

જેથી અમદાવાદ ના લોકોના માથેથી એક ઘાત ટળી છે.આવા નબળા કામો જનતાની સુરક્ષા માટે સવાલ બની રહ્યા છે આ ઘટના બનતા તંત્રની ભારે દોડધામ મચી ગઈ હતી.

બોપલ થી શાંતિપુરા જવા માટે બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડતાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ત્યારે આ સમગ્ર મામલા વિષે આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે.આ બ્રિજ બનાવાની કામગીરી છેલ્લા ૬ મહિનાથી ચાલી રહી છે જે બ્રિજની કિંમત ૭૮.૧૬ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો હતો.ત્યારે આ ઘટના બનવાથી લોકો નબરી કામગીરીને લઈને સવાલ કરી રહ્યા છે.આ ઘટનામાં અનેક સવાલો ઉભા થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!