અમદાવાદનું આ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ અને પક્ષીઓને આ કારણથી સામાન્ય લોકોને દત્તક આપી રહ્યું છે.
અમદાવાદમાં આવેલું સુંદર વન જે મીની ઝૂ તરીકે ઓળખાય છે તે હવે લોકોને પ્રાણી અને પક્ષીને દત્તક લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે એટલે કે ત્યાંથી પશુ પક્ષીઓને દત્તક લઈ શકાય છે પરંતુ મીની ઝૂ આવું કરવા પાછળ એક કારણ છે કે કોરોનાની મહામારીના કારણે અનેક ધંધાઓનો સામનો કરવો પડ્યો છે.
તેમાં આ ઝૂ પણ છે.જેની પાસે પશુ પક્ષી અને પ્રાણીને રાખવા માટે પૂરતું ફંડ નથી.જેથી ત્યાંથી લોકો પ્રાણી દત્તક લે તો તેમના નામનું બોર્ડ લગાવામાં આવે છે અને તે પ્રાણીનો નિભાવ ખર્ચ તેમને આપવાનો રહે છે એક મહિના માટે પ્રાણીને રાખવાનો જે ખર્ચ થાય એટલો ખર્ચ દત્તક લેનાર વ્યક્તિ આ સંસ્થાને આપે છે.
જેમાંથી જેને પ્રાણીની સારસંભાર કરી શકાય છે.સંસ્થાની આ સ્કીમને સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે ઘણા લોકો તેને આવકારી રહ્યા છે.જેના કારણે કોરોના જેવા કપરા સમયમાં સંસ્થાને આર્થિક મદદ મળી રહી છે.
સુંદરવન એ પોતાની વેબસાઈટ પર પણ તેની સ્થિતિ વર્ણવતા લોકો પાસે દાન માંગતી એક અપીલ મૂકી છે જે સુંદરવન અમદાવાદમાં આવેલું છે અને તે વનમાં અનેક પશુ પક્ષી રાખવામાં આવ્યા છે.
તે વનમાં પશુ પક્ષી અનેક પ્રવુતિ પણ કરવામાં આવતી હતી એક મુલાકાતી એ કહ્યું હતું કે દરેક વ્યક્તિ આવા સમયમાં થતી મદદ કરવી જોઈએ જેથી આવી સંસ્થાને મદદ થઈ જાય દરેક વ્યક્તિ પોતાના કે પરિવારના જન્મદિવસ નિમિતે ખર્ચો કરતા હોય છે તો તે ખર્ચ બચાવીને આવી જગ્યાએ ઉપયોગ કરવાથી પશુ પક્ષીની સારસંભાર રાખી શકાય છે.