મહેસાણાની આ દીકરીએ જુનિયર શ્રેણીમાં બેડમિન્ટનની રમતમાં પહેલા ક્રમાંકે આવીને વિશ્વમાં ઇતિહાસ રચી દીધો.

આજે દેશની બધી જ દીકરીઓ અને મહિલાઓ દેશનું નામ બધા જ ક્ષેત્રે રોશન કરી રહી છે, અત્યાર સુધીમાં આપણે બધા જ લોકોએ એવા ઘણા કિસ્સાઓ પણ જોયા જ હશે. હાલમાં પણ મહેસાણાની એક દીકરીએ પણ વિશ્વમાં પરિવારનું અને દેશનું નામ રોશન કર્યું હતું.

આ દીકરી મહેસાણાની છે અને તે હજુ ૧૭ વર્ષના છે તેમનું નામ તસનીમ મીર છે.આ દીકરી બેડમિન્ટનની રમતમાં જુનિયર શ્રેણીમાં પહેલા ક્રમાંકે આવી છે અને વિશ્વ ચેમ્પિયન બની છે.

આ દીકરી પહેલાથી જ રમતમાં હોશિયાર છે અને આ દીકરીએ હાલ સુધીમાં ૨૦ વખતે રાષ્ટ્રીય અને ૬ વખતે આંતર રાષ્ટ્રીય રમતમાં મેડલો મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. આ દીકરીએ રમતની શરૂઆત તેમના પિતા કોચ હોવાથી શીખી છે.

તેમના પિતા સાથે રહીને આ રમત શીખી છે, રમત રમતમાં આ કામ ચાલુ કર્યું હતું અને તેમાંથી આજે તેઓએ ખુબ જ પ્રેક્ટિસ કરી અને તેમાં આગળ પણ વધ્યા હતા. તેઓએ ધીમે ધીમે આ બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ભાગ લીધા પછી મેડલ્સ પણ જીતી લીધા છે.

ત્યારથી જ તસનીમ મીરે એવું નક્કી કરી લીધું કે તેઓ બેડમિન્ટનને જ તેમની આગળનું ભવિષ્ય બનાવી લે.જેથી તેઓ આગળ વધતા જ રહ્યા અને મહેનત કરીને આજે જુનિયર બેડમિન્ટનમાં પહેલા ક્રમાંકે આવીને ઇતિહાસ રચી દીધો છે. તેમને પહેલા થોડી તકલીફ પડી હતી પણ કેટલાય લોકોની મદદ મળી હતી અને તેમની આ મદદથી આજે વિશ્વમાં ઇતિહાસ રચીને પરિવારનું નામ રોશન કર્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!