અમદાવાદમાં આ વ્યક્તિ ઓટોમાં તેની કિંમતી સામાન વારી બેગ ભૂલી ગયો હતો તો આ ઓટો ચાલકે તે બેગનું જે કર્યું એવું તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહિ હોય.

આજે બધા જ લોકો કોઈ પણ કામમાં કે કોઈ પણ જગ્યાએ તેમનો સ્વાર્થ પહેલા જોતા હોય છે, એટલે એવું કહી શકાય કે આજે બધા જ લોકો હંમેશા પોતાનું પહેલા વિચારતા હોય છે. હાલમાં ક્યાંય આપણને ઈમાનદારી જોવા મળતી જ નથી એવામાં એક ઇમાનદારીનું ઉદાહરણ અમદાવાદથી જોવા મળ્યું છે.

જ્યાં એક ઓટો તેમની રિક્ષામાં ભૂલી ગયેલો સામાન તેના માલિક સુધી પહોંચાડીને ઈમાનદારી બતાવી હતી.અમદાવાદના વેજલપુર-જુહાપુરામાં રહેતા આ ઓટો ચાલક જેઓ ઓટો ચલાવીને તેમનું ગુઅજરાન ચલાવે છે.

આ ઓટો ચાલકનું નામ મુઝફ્ફર શેખ છે, તેઓએ એક મુસાફરને તેમની ઓટોમાં મુસાફરી કરાવી હતી અને આ મુસાફર તેમની રિક્ષામાં તેમની કિંમતી બેગ ભૂલીને ઉતરી ગયા હતા. આ બેગમાં લેપટોપ અને બીજો ઘણો કિંમતી સામાન પણ હતો.

જે વ્યક્તિનો આ સામાન હતો તે વ્યક્તિ દુબઈમાં રહેતા હતા અને તેમનું નામ સચિનભાઈ જેઓ તેમનો આ કિંમતી સામાન ૧૭ ફેબ્રુઆરીએ રિક્ષામાં ભૂલી ગયા હતા. એ સમયે સચીનભાઈએ વસ્ત્રાપુર પોલીસનો સંપર્ક કર્યો હતો અને પછી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી મુઝફ્ફરભાઈનો સંપર્ક કર્યો હતો.

એ સમયે આ ઓટો ચાલક પાસેથી એવું જાણવા મળ્યું કે તેઓએ પહેલા જ આ બેગને સોલા પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે.પોલીસે રવિવારે મુઝફ્ફરને બોલાવીને સચીનભાઈનો સામાન તેમના હાથે જ પાછો આપ્યો હતો.

પછી વસ્ત્રાપુર પોલીસે આ મુઝફ્ફરભાઈનું સન્માન પણ કર્યું હતું. એવમા સચીનભાઈએ અને તેમના પરિવારે પણ આ ઓટો ચાલકની ઇમાનદારીના ઘણા વખાણ કરીને સન્માન કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!