યુક્રેનમાં જવાન પોતાની ફરજ પર જઈ રહ્યો હતો, ત્યારે દીકરી પિતાને વળગી પડી તેમની તસવીરો જોઈને તમે પણ રડી પડશો.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને આખી દુનિયા ચિંતામાં છે રશિયાને બધા દેશો યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી રહ્યા છે.આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારની તસવીરો અને વિડિઓ વાયરલ થઈ રહ્યા છે.
જેમાં અમુક વિડિઓ રશિયાના હુમલા પછી ભયંકર તસ્વીર દર્શાવી રહ્યા છે તો કેટલાક હુમલાના ડરથી સુરક્ષિત સ્થળ તરફ દોડતા નજરે પડી રહ્યા છે.કેટલાક વિડિઓમાં રશિયાએ મચાવેલી તબાહીના દ્રશ્યો જોવા મળે છે.
તો કેટલાક વિડિઓમાં લોકો પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે.ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વિડિઓ સામે આવ્યો છે જે વિડિઓ ખુબજ ભાવુક કરનાર છે.આ યુદ્ધમાં ગયા પહેલા યુક્રેનના જવાન પોતાની પત્નીઓને ગુડ બાય કહી રહ્યા છે
ત્યારે જવાનોની પત્ની ખુબજ રડી રહી છે ત્યારે દરેક યુક્રેનવાસીઓ ભાવુક થયા છે.અમુક વિડિઓમાં યુક્રેનના લોકો એકબીજાને ભેટીને રડી રહ્યા છે.તે દરમિયાન એક પિતા પોતાની દીકરી અંગે ચિંતિત થઈ ને રડતા જોવા મળી રહ્યા છે તે પોતાના પરિવારને સુરક્ષિત જગ્યાએ ખસેડીને તે પોતે રશિયા સામે લડવા તૈયાર થઈ ગયા છે.
વાયરલ વિડિઓમાં જંગમાં જતા પહેલા યુક્રેનના જવાનો પોત પોતાની પત્નીને બાય કરી રહ્યા છે ત્યારે પત્નીઓ ખુબજ રડી રહી છે દરેક પત્નીઓને મનમાં એક ડર સતાવે છે કે તેમના પતિને તેમને ગુમાવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે પતિ પણ ભારે મનથી પોતાના પરિવારને બાય કેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.