અમદાવાદમાં ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ કોઈ પ્રસંગે નવી સાડીઓ ના લઇ શકતી હોય તો તેમની માટે એવી લાઈબ્રેરી બનાવવામાં આવી કે ત્યાંથી આ મહિલાઓ મફતમાં પહેરવા માટે સાડીઓ લઇ જઈ શકે છે.
આપણે બધા જ લોકોએ પુસ્તકોની લાઈબ્રેરી વિષે હાલ સુધીમાં ઘણું સાંભળ્યું જ હશે અને જોઈ પણ હશે. આજે એક એવી અનોખી લાઈબ્રેરી વિષે વાત કરીએ જેની વિષે તમે પહેલા કોઈ દિવસે નહિ સાંભળ્યું હોય.
આ લાઈબ્રેરી એ સાડીની લાઈબ્રેરી છે, જેમાં આપણે ચોડપી જયારે લઈએ છીએ અને તેને પછી વાંચીને મૂકી દેતા હોઈએ છીએ એવી જ રીતે આ લાઈબ્રેરી સાડીની છે.જેમાં બહેનો સાડીઓ લઇ જાય છે અને પહેરીને તેને પછી પણ અહીંયા મૂકી જાય છે.
આ લાઈબ્રેરી અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી છે, આ લાઈબ્રેરીમાં આવીને બહેનો સાડીઓ લઇ જાય છે અને પહેરીને તેને પછી આપી જાય છે જેમાં તેમને એક પણ રૂપિયો ભરવાનો નથી રહેતો.
આ લાઈબ્રેરી એટલા માટે ચાલુ કરવામાં આવી છે કે જે બહેનો કોઈ પ્રસંગમાં નવી સાડી નથી લઇ શકતી.તેમ જ જે લોકો જરૂરિયાત મંદ છે અને સ્લ્મ વિસ્તારની બહેનો છે તે બધી જ બહેનોની માટે આ લાઈબ્રેરી બનાવવામાં આવી છે.
જેથી કોઈ પણ રકમ ચૂકવ્યા વગર જ અહીંયા આવીને આ બહેનો સાડીઓ પ્રસંગમાં પહેરવા માટે લઇ જાય છે અને પછી પહેરીને અહીંયા પછી પણ મૂકી જતી હોય છે. આ સાડીઓ એવી એવી છે કે આ બધી જ મહિલાઓને જુદા જુદા પ્રસંગમાં કામ આવે છે.
આ મહિલાઓને સાડીઓ પ્રસંગમાં પહેરવા માટે મળી જાય તેની માટે પહેલા કાર્યકરોએ તેમના વિચારથી આ કામ ચાલુ કર્યું અને બધા જ લોકોને સાડીઓ પહોંચે તેની માટે આ સેટઅપ કર્યો હતો. જેથી જે મહિલાઓ કોઈ પ્રસંગમાં પૈસા ખર્ચીને સાડીઓ નથી લઇ શકતી એમની માટે આ સેવાનું કામ છે.