અમદાવાદના રેલ્વે સ્ટેશનમાં બીમાર હાલતમાં એક બાળક મળ્યો હતો જેને એક સંસ્થા દ્વારા હાલમાં યુરોપના એક દંપતીએ દત્તક લઈને નવી જિંદગી આપી.

આજના સમયમાં બધા જ દંપતીઓને તેમના જીવનમાં સંતાન જોઈતા હોય છે પણ અમુક વખતે કેટલાક દંપતીઓને સંતાન નથી હોતા એટલે તેઓ તેમના જીવનમાં ખુબ જ દુઃખી રહેતા હોય છે. તેની સામે એવા ઘણા બાળકો પણ હોય છે જે અનાથ હોય છે.

આજે એક એવા જ દીકરા વિષે વિષે જાણીએ જે અમદાવાદના પાલડીમાં ચિલ્ડ્રન હોમમાં રહે છે.આ દીકરાને હાલમાં એક યુરોપિયન માતા-પિતાએ દત્તક લીધો છે, આ બાળકનું નામ સાગર છે, હાલમાં સાગરને નવા માટે પિતા મળ્યા છે જે તેને હવે તેને યુરોપ લઈ જશે.

આ દંપતી યુરોપના અબ્દિલા પરિવારના છે અને તેઓએ આ છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા રહેતા બાળક સાગરને દત્તક લીધો છે. સાગર પહેલા અમદાવાદના રેલવે સ્ટેશનમાં બીમાર હાલતમાં રહેતો હતો અને ત્યાંથી મળી આવ્યો હતો.

પછી પોલીસે આ સંસ્થાને કોન્ટેક્ટ કરીને પહેલા તો તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કર્યો હતો પણ કોઈ વધારે માહિતી ના મળી અને પછી સાગરને આ સંસ્થામાં જ રાખવામાં આવ્યો હતો. હાલમાં તેને દત્તક આપવા માટે જાહેર કરાયો હતો અને ત્યારે જ યુરોપના માલ્ટાના આ દંપતીએ સાગરને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો.

તેમની વચ્ચે બધી જ કાર્યવાહી પુરી થઇ ગઈ છે.ત્યારબાદ આ બાળકને તેને નવા માતા-પિતા મળી ગયા છે અને હવે સાગર તેની નવી જિંદગી યુરોપમાં ચાલુ કરશે. આ બાળક પણ ખુશ છે અને આ દંપતી પણ ખુશ છે તેઓ હવે સાગરને એક નવા જીવનની શરૂઆત કરાવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!