ભર બજારે પાગલ પ્રેમીના હાથે મૃત્યુ પામનારા અમદાવાદના આશા બેનના પતિએ કર્યો મોટો ખુલાસો…
સુરતના કામરેજ વિસ્તારમાં થોડાક સમય પહેલા ગ્રીષ્મા વેકરીયા નામના યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.ત્યારે તેના જેવી જ એક ઘટના માધુપુર પોલીસ સ્ટેશનની ૧૦૦ મીટર દૂર જ બની હતી.જે ઘટનામાં એક મહિલાને તેના પ્રેમીએ જાહેરમાં જ રસ્તા ઉપર મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જે ઘટના અંગે મહિલાના પતિના કહેવા મુજબ તેમની પત્ની નોકરી ગયા હતા.ત્યારે તે પાંચ વાગે નોકરી પુરી કરીને પરત આવતા હતા ત્યારે સામેથી રીક્ષા લઈને તેનો પ્રેમી આવ્યો હતો અને રસ્તા વચ્ચે જ મોતને ઘાટ ઉતાર્યો હતો અને તે ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને થોડાક સમયમાં પોલીસે આરોપીને પકડી લીધો હતો.ત્યારે પોલીસે વધુમાં જણાવ્યું હતું.પ્રેમી એક તરફ પ્રેમમાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી છે.મૃતક આશા બેનનો નવીન પ્રેમી જોડે લગભગ ૧૩ વર્ષથી પ્રેમ સબંધ હતો.
તે બંને પતિ પત્નીની જેમ જ રહેતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે સબંધો બગાડ્યા હતા જેના કારણે આશાબેનએ નવીન રાઠોડ જોડે બોલવાનું બંધ કરી દીધું હતું.જેથી આરોપી ગુસ્સે થઈને આ પગલું ભર્યું હતું આ ઘટના પછી આરોપી ભાગી ગયો હતો.
ત્યારે પોલીસની ત્રણ ટીમ તૈયાર કરીને નવીનને બગોદરાથી ધડપકડ કરવામાં આવી હતી ત્યારે નવીનએ પૂછપરછમાં જણાવ્યું હતું કે આશાબેનની દીકરીના સગાઈ પછી તેમને સમાજમાં બદનામીને લઈને નવીન ભાઈ જોડે વાત કરવાની બંધ કરી હતી.