ગીતાબેન રબારીએ અમેરિકામાં એવો ડાયરો કર્યો કે તેમના પર લોકોએ કરોડો રૂપિયાના ડોલરનો વરસાદ કરી દીધો.
ગુજરાત ગાયક લોકગાયિકા અને કોકિલ કંઠી ગીતાબેન રબારીને દરેક લોકો જાણતા જ હશે તે તેમના કોકિલ અવાજના કારણે ખુબજ ફેમસ થયા છે.ગીતાબેન રબારીના દરેક પ્રોગ્રામ હિટ જતા હોય છે અને તેમના દરેક પ્રોગ્રામમાં લાખોની સંખ્યામાં ચાહકો ઉમટી પડતા હોય છે.
ત્યારે આજે અમે ગીતાબેનના એક સેવાકીય કામ વિષે વાત કરવાના છીએ.ગીતાબેન રબારીએ તેમના ડાયરા થકી યુક્રેન વાસીઓની મદદ કરી છે અમેરિકા યોજાયેલા તેમના ડાયરામાં ૩ લાખ ડોલર એટલે કે ૨.૨૫ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા.
જે પૈસા યુક્રેનવાસીને મદદ માટે આપવામાં આવશે.અમેરિકામાં યોજાયેલ ગીતાબેનના ડાયરામાં મોટી સંખ્યામાં NRI લોકો ઉપસ્થિત રહ્યા હતા.ગીતાબેન રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે.
જ્યાં તેમને વિવિધ શહેરોમાં ડાયરા યોજ્યા હતા.જ્યાં તેમના કાર્યક્રમમાં ગીતાબેન ઉપર ચાલુ પ્રોગ્રામમાં જ ડોલરનો વરસાદ થયો હતો.તે પ્રોગ્રામની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.જેમાં ગીતા રબારી ઉપર નોટોનો વરસાદ થઈ રહ્યો છે.તેમની આસપાસ ડોલરનો વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે.
આ પ્રોગ્રામ અમેરિકાના એટલેન્ટા શહેરમાં યોજાયો હતો.તે પ્રસંગમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.આ પ્રોગ્રામને સુરત લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.જેમાં ખુબજ મોટી રકમ ભેગી કરવાનો હતો જેથી યુક્રેનને મદદ કરી શકાય અને તે રકમ યુક્રેનને દાન કરવામાં આવશે.