અમદાવાદના હીનાબેન આજે ઝોમેટોમાં ડિલિવરી વુમન બન્યા છે અને રોજે રોજ સો કિલોમીટર ફરીને બીજી હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

કોઈ કામ નાનું નથી હોતું બસ તેને કરવા માટે લોકોમાં હિંમત હોવી જરૂરી છે, આજે આપણે એક એવા જ મહિલા વિષે જાણીએ જેઓએ આ કહેવતને સાચી સાર્થક કરી દીધી છે. આજે આપણે આ મહિલા વિષે જાણીએ જેઓએ મહિલા સશક્તિકરણનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

આ મહિલાનું નામ હીનાબેન છે અને તેઓ ઝોમેટોમાં ડિલિવરીનું કામ કરે છે.હીનાબહેન રોજે રોજ એક્ટીવા પર ૮૦ કિલોમીટર ફરી ફરીને ડિલિવરીનું કામ કરે છે. હીનાબેનના પિતાજીનું મૃત્યુ વર્ષ ૨૦૦૫ માં થઇ ગયું હતું અને ત્યારથી જ તેમની માતા પર પરિવારની બધી જ જવાબદારી આવી ગઈ હતી.

અને ત્યારે તેમની દીકરી જ પરિવારનો દીકરો બનીને આગળ વધી રહ્યા છે. આજે હીનાબેન આખો દિવસ આ કામ કરીને તેમની માતાની અને પરિવારની જવાબદારી ઉપાડી રહ્યા છે.

હીનાબેનને નાનપણથી જ બધી જવાબદારીઓ આવી ગઈ છે અને તેઓ એકલા હાથે કામ કરીને પરિવારનો ટેકો બન્યા છે. હિનાબેન પહેલા માર્કેટિંગમાં જોબ કરતા હતા અને રાતના સમયે તેઓ ઘરે કેટલીક વસતો બનાવીને વેંચતા જેમાં પાકીટ, જીયાણાની વસ્તુઓ જેવી વેંચતા અને તેમાંથી તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

તેઓ અમદાવાદમાં રહે છે અને તેઓએ અમદાવામાં એક ડિલિવરી બોયને જોઈને તેઓએ આ કામ કરવાનું નક્કી કર્યું હતુ. ત્યારથી તેઓએ નક્કી કરીને આ કામ ચાલુ કર્યું હતું અને આજે હીનાબેન બીજી બધી જ મહિલાઓ માટે આ કામ કરીને પ્રેરણા રૂપ સાબિત થયા છે, આજે બધા જ લોકો તેમને જોઈને કંઈક શીખી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!