નેતાનો અનોખો અંદાજ, અમરીશ ડેર ૩૫૦ મીટર દરિયો ખેડીને તરતા તરતા પ્રચાર કરવા માટે પહોંચી અને સ્થાનિક લોકોના દિલ જીતી લીધા.
થોડાક સમય પછી વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે દરેક ઉમેદવારો વિજય થવા માટે નવતર કીમિયાઓ અજમાનવતા હોય છે.ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા જાફરાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ દ્વારા નવતર પ્રચાર કરવામાં આવ્યો હતો.
તેમના વિસ્તારમાં ૩૫૦ મીટરનો પુલ ન બનતો હોવાથી તેમને દરિયા કાંઠેથી ડૂબકી લગાવી તરતા તરતા પ્રચાર કરવા માટે ગયા હતા.જ્યાં અમીરીશ ડેરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે અમરીશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવ્યા હતા.
ત્યાંના સ્થાનિક લોકોને બ્રિજ ન હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમને બ્રિજ ન હોવાને કારણે ૪૦ કિલોમીટર ફરવા જવું પડે છે જે બ્રિજ બની જાય તો તેમને ખુબજ સારો ફાયદો થાય એમ છે.
અત્યારે દરેક ઉમેદવારો પોતાના માટે વિસ્તારમાં જઇને અનેક વચનો આપતા હોય છે પરંતુ તે જયારે વિજેતા થઈ જાય છે પછી તે આપેલા વચનો ભૂલી જતા હોય છે અને સ્થાનિક લોકો પોતાની મુસીબત દૂર કરી શકતા નથી.
પરંતુ અમરીશ ડેરએ એવું પણ કહ્યું હતું કે તમે મને આ વખત વિજય બનાવો હું તમારો બ્રિજ ના બનાવું તો તમારા જોડે કોઈ દિવસ વોટ માંગવા નહિ આવું.ત્યાં ૧૫૦૦૦ જેટલા મત ધારકો વસવાટ કરે છે.
અને ત્યાંના ૮૦ ટકા લોકો ગરીબી રેખાની નીચે પોતાનું જીવન જીવી રહ્યા છે તેમને મજૂરી કામ માટે પણ આમથી તેમ ભટકવું પડે છે જો ત્યાં પુલ તૈયાર કરી દેવામાં આવે તો આજુ બાજુના ગામમાં તે લોકો માધુરી કામ કરવા માટે જઇ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.