ભાજપના ઉમેદવારના પ્રચાર માટે બોટાદમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડાયરાકિંગ કિર્તીદાન ગઢવી અને કમાભાઈએ હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા.

થોડા દિવસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે અને તેની માટે જુદી જુદી પાર્ટીઓના ઉમેદવારો પણ નક્કી થઇ ગયા છે. બધા જ ઉમેદવારો તેમના મતવિસ્તારોમાં તેમનો પ્રચાર પણ કરી રહ્યા છે.

આ સાથે જુદી જુદી રીતે બધા જ ઉમેદવારો તેમનો પ્રચાર કરીને તેમને વોટ કરવા માટે કહી રહ્યા છે. એવામાં પ્રચાર માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.બોટાદમાં ભાજપના પ્રચાર માટે હાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અને આ ડાયરામાં ડાયરાકિંગ તરીકે પ્રખ્યાત એવા કિર્તીદાન ગઢવીએ હાજરી આપીને ડાયરાની શોભા વધારી હતી. આ સાથે કિર્તીદાન ગઢવી જે વ્યક્તિને બધા જ લોકોની વચ્ચે લાવ્યા હતા એવા કમાભાઈ પણ આ વખતે ભાજપના પ્રચાર માટે જોડાઈ ગયા છે.

અહીંના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને મત આપવા માટે અપીલ કરવામાં આવી હતી, જેમના સમર્થનમાં અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે કિર્તીદાન ગઢવીની સાથે સાથે કોઠારીયા ગામના કમાભાઈ પણ હાજર હતા અને તેઓએ પણ સ્ટેજ પર ધમાલ મચાવી દીધી હતી.

આ ડાયરાનું આયોજન બિલ્ડર શ્રીજી આનંદધામ ડેવલોપર્સ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યું હતું.આ ડાયરામાં ઘણા એવા લોકોએ હાજરી આપી હતી અને અહીંયા કમાભાઈ પણ હજાર રહ્યા તેમને જોવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમ બધા જ મતદારો સુધી પહોંચવા માટે તેઓએ આ ડાયરાનું આયોજન કર્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!