ગરીબ પરિવારની બે દીકરીઓને કરિયાવરમાં ૧૮૫ જેટલી વસ્તુઓ આપીને આ લોકોએ માનવતા મહેકાવી.
આજે લોકોને કોઈની મદદ કરવાનો પણ સમય નથી, આજે એવો જમાનો આવી ગયો છે કે પોતાના સ્વાર્થ વગર કોઈ મદદ પણ નથી કરતુ. પણ આજે અમે તમને એક એવા જ પરિવાર વિષે જણાવીશું કે જે ગરીબ પરિવારના લોકોને એવી મદદ કરે છે કે જેનાથી આજે બધે જ તેમની ખુબજ પ્રશંસા થઇ રહી છે.
માનવતા મહેકાવે એવી ઘટના ગાંધીનગરથી સામે આવી છે.જ્યાં બે ગરીબ ઘરની દીકરીઓને એવી મદદ કરવામાં આવી કે તેમના પરિવારમાં ખુશી છવાઈ ગઈ, વી હેમ ગ્રુપના મેમ્બર પારુલબેન અને નરેન્દ્રભાઈ અને આર.સી.સેલ્સના રાકેશભાઈ પ્રજાપતિએ બે ગરીબ ઘરની દીકરીઓને કરિયાવરમાં ૧૮૫ જેટલી વસ્તુઓ ભેટમાં આપીને તેમના લગ્ન પ્રસંગને યાદગાર બનાવીને તેમના જીવનમાં ખુશીઓ પાથરી દીધી અને સમાજને એક નવી રાહ દેખાડી.
જયારે પારુલબેન અને નરેન્દ્રભાઈ અને આર.સી.સેલ્સના રાકેશભાઈ પ્રજાપતિને ખબર પડી કે અહીં ગરીબ ઘરની દીકરીઓન લગ્ન થઇ રહયા છે, એવામાં તે અહીં પહોંચી ગયા હતા અને દીકરીઓને મદદ કરવાનું જણાવ્યું હતું. આટલી મોટી મદદ મળતા દીકરીઓન માતા પિતાના માથા પરથી મોટો ભાર ઉતરી ગયો હતો.
લોકો આ સ્ટોરી સોસીયલ મીડિયા પણ પોસ્ટ કરી હતી.તો બધા લોકોએ આ ત્રણેય લોકોની આ ગરીબ દીકરીઓને મદદ કરવા બદલ ખુબજ આભાર માન્યો હતો. દીકરીઓ માટે જયારે આટલી બધી વસ્તુઓ તેમાં ઘરે પહોંચી તો તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ઘટનાથી બધા લોકોને ઘણું શીખવા મળ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.