લગ્ન પ્રસંગમાં હાજરી આપીને એક જ પરિવારની બે મહિલાઓ ઘરે આવતી હતી પણ રસ્તામાં બની એવી ઘટના કે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.

રોજ એવી કેટલીય દુઃખદ ઘટનાઓ બનતી જ રહેતી હોય છે જેમાં કેટલાય લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. આવી ઘટનાઓ ઓછું થવાનું નામ જ નથી લેતી, હાલમાં એક એવો જ દુઃખદ અકસ્માત છોટા ઉદેયપુરમાં બન્યો છે જ્યાં બે લોકોના મૃત્યુ થઇ જતા પરિવારમાં ખુશીઓ હતી અને એ ખુશીઓ પળભરમાં માતમમાં ફેરવાઈ ગઈ.

પાવીજેતપુર નજીક રેલવે ટ્રેક પર આ ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના બે લોકોના મૃત્યુ થઇ ગયા હતા. આ મહિલા લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે આવતા હતા અને આ દુઃખદ ઘટના બની ગઈ હતી.

૪૫ વર્ષના સવિતાબેન અને ૧૯ વર્ષના તેજલબેન બંને લગ્ન પ્રસંગમાં જઈને ઘરે આવતા હતા. એ સમયે તેઓ પાવીજેતપુર રેલવે ટ્રેક નજીક ટ્રેનની અડફેટે થઇ ગઈ હતી.જેમાં બંનેને ઘણી ઈજાઓ પહોંચી હતી તો બંનેના મૃત્યુ થઇ ગયા હતા અને આ ઘટના બનાવથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના બન્યા પછી જયારે તેમના પરિવારના લોકોને જાણ થઇ તો બધા જ લોકો દોડીને ઘટના સ્થળે આવી ગયા હતા અને આ બનાવમાં મૃત્યુ પામેલા પરિવારના લોકોને જોઈને ઘણા દુઃખી થયા હતા.

આમ આવી ઘટનાઓ સતત વધતી જ જઈ રહી છે અને તેમાં પણ ઘણા લોકો દુનિયાને અલવિદા કહી જતા હોય છે. આ બનાવ પછી બધા જ સબંધીઓ પણ દુઃખી થયા હતા અને એક સાથે બે અર્થી ઉઠી તો આખું ગામ પણ આ દ્રશ્યો જોઈને હીબકે ચડ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!