અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિની પાસે ૫૫ હજાર રૂપિયા રોકડા અને મોબાઈલ હતો તો ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ યુવકના પરિવારને આ વસ્તુઓ પરત આપીને ઈમાનદારી બતાવી.
આજે દરેક લોકો બધી જ જગ્યાએ પહેલા તેમનો સ્વાર્થ તાકતા હોય છે અને હંમેશા આવામાં આગળ રહેતા હોય છે. પણ આ લોકોની વચ્ચે ઘણા એવા ઈમાનદાર લોકો પણ રહે છે જે હંમેશા ઈમાનદારી બતાવીને ઇમાનદારીના દાખલાઓ બેસાડતા હોય છે. હાલમાં એવો જ એક દાખલો ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે બતાવ્યો છે.
હાલમાં ભરૂચમાં એક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આજે ૧૦૮ એમ્બ્યુલન્સ રોજે રોજ હજારો લોકો માટે દેવદૂત બનીને આગળ આવતી હોય છે. એવી જ રીતે આ અકસ્માત બનતા પાલેજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી તો એમ્બ્યુલન્સના કર્મચારીઓ પહોંચી ગયા હતા.
એમ્બ્યુલન્સના EMT ઉપેન્દ્રભાઈ અને પાયલોટ ઈમ્તિયાઝભાઈએ ઘાયલ વ્યક્તિને સમસયર હોસ્પિટલમાં લઇ ગયા હતા અને તેમની સારવાર ચાલુ કરી હતી. આ દર્દી પાસે તપાસ કરતા ૫૫ હજાર રૂપિયા, મોબાઈલ ફોન મળ્યો હતો. આવી જ રીતે રોહિતભાઈ નામના યુવકને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
ત્યાં સારવાર કરીને તેમના સબંધીને આ ઘટના વિષે જાણ કરીને તેમના સબંધીઓને માહિતી આપી હતી. આમ સબંધીને ૫૫ હજાર રૂપિયા રોકડા અને મોબાઈલ પરત આપીને મોટી ઈમાનદારીનો દાખલો બેસાડ્યો હતો. આમ ફરી એક વખતે એમ્બ્યુલન્સના કર્મચારીઓએ દાખલો બેસાડ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.