અમદાવાદની એવી એક શાળા કે જ્યાં આજ સુધી કોઈ દિવસ રજા નથી પડી, સ્કૂલમાં નથી બ્લેકબોર્ડ કે વર્ગખંડ.

આજે અમે તમને એક એવી શાળા વિષે વાત કરવાના જે જાણીને તમે પણ એક સમયતો તમે પણ વિચારમાં પડી જશો જે શાળામાં ક્યારેય રજા હોતી નથી જે શાળામાં નથી બ્લેકબોર્ડ કે નથી કલાસરૂમ બાળકોને આકાશ નીચે બેસાડીને જ ભણાવામાં આવે છે.

ત્યાં શીખવામાં આવે છે ભણતરની સાથે અધ્યાત્મના પાઠ ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચે ચાલતું આ શિક્ષણ યજ્ઞ ચાલતા દ્રશ્યો અમદાવાદના એક સ્લમ વિસ્તારના છે.જેમાં બાળકોને શીખવાની અને શિક્ષકને શીખવાડવાની ધગસ એક સરખી છે.

શહેરના SP રિંગરોડ પર દાસ્તાન સર્કલ પાસે સ્લમ વિસ્તારના લોકો માટે આ સ્થળ જ્ઞાન વર્ધનનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.કારણ કે રૂપેશ મકવાણા નામનો યુવક છેલ્લા બે વર્ષથી દેશના ભવિષ્ય માટે સમયદાન કરી રહ્યો છે.આ રૂપેશભાઈ લોકડાઉન સમય મોટા છોકરાઓને આર્મી જવાન બનવા માટે ટ્રેનિંગ આપતા હતા.

તે દરમિયાન તેમને ત્યાં બાળકોને ત્યાં ફરતા અને રખડતા જોયા હતા ત્યારે તેમના માતા પિતાને અનેક સવાલો કર્યા ત્યારે પિતાએ કહ્યું ઓનલાઇન શિક્ષણમાં અમને કઈ નથી આવડતું તો અમે તેવી રીતે તેમને શીખવાડીએ એટલે તે બાળકો અહીંયા રખડી ખાય છે.ત્યારે તેમને તે દરેક બાળકોને ભેગા કરીને પૂછ્યું તમારે ભણવું છે.

ત્યારે દરેક બાળકોએ ભણવાની તૈયારી બતાવી હતી.જેમને આ શિક્ષણ યજ્ઞ બે બાળકોથી શરુ કર્યો હતો આજે ત્યાં ૫૦ જેટલા બાળકોને તે શિક્ષણ આપી રહ્યા છે.જે શિક્ષક પોતાના વ્યસ્ત શિડ્યુલમાં પણ આ બાળકોને ભણવા માટે સમય આપે છે.

જેમને સમાજને કંઈક આપવું છે તેવા માણસોનું આ કામ છે.તે શિક્ષકનું સપનું છે તે બાળકો માંથી તેમને બે બાળકોને મોટા ઓફિસર બનાવના છે જે દેશનું સારું નામ રોશન કરે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!