જે સમયે દીકરીની ડોલી ઉઠાવાની હતી એ જ સમયે ઉઠી દીકરીની અર્થી, લગ્નનો માંડવો રુદનના અવાજથી ગુંજી ઉઠ્યો.
અત્યારના આધુનિક સમયમાં રોજ બરોજ અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં અમુક ઘટનાઓ કાળજું કંપાવી દેતી હોય છે.ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે જે ઘટના ગોધરામાંથી સામે આવી છે.
જેમાં ગોગબા તાલુકામાં કન્યાની જાન આગમન કહેલા જ કન્યાના બ્લડ પ્રેસર ઓછું થઈ જતા અચાનક જ મોત થઈ ગયું હતું.જેના કારણે સમગ્ર સોલંકી પરિવાર અને ગામમાં શોકનો માહોલ સર્જાઈ ગયો હતો.જેમાં વંદના કુંવરબાના લગ્ન દેવેન્દ્રસિંહ સાથે નક્કી કરવામાં આવ્યા હતા.
૨૩ તારીખે બપોરે વંદના કુંવરબા પ્રભુતામાં પગલાં પાડીને પોતાના નવા જીવનની શરૂવાત કરવાની હતી.જે લગ્ન પ્રસંગમાં રીત રિવાજ મુજબ ગણેશ સ્થપના ગ્રહશાંતિ જેવી તમામ વિધિ પણ પૂર્ણ થઈ ગઈ હતી.
તે ઉપરાંત ૨૨ જાન્યુંવારીના રોજ ગરબા પણ યોજવામાં આવ્યા હતા જેમાં વંદના કુંવરબા પણ હોંશે હોંશે ગરબાની રમઝટ લીધી હતી.જયારે ૨૩ તારીખે સવારે ઘરે જાન આવતી હોવાની પરિવારના સભ્યો જાનના સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા.ત્યારે અચાનક વંદના કુંવરબા ચક્કર આવતા નીચે પડી ગયા હતા.
જેને કારણે પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી વંદના કુંવરબાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાજર ડોક્ટરએ જણાવ્યું હતું કે તેમને બ્લડપ્રેશર ઓછું થવાથી તેમનું અવસાન થયું છે તે જાણીને પરિવારના લોકોની પગ નીચેથી જમીન સળકી ગઈ જે ઘરેથી ડોલીમાં બેસાડીને દીકરીની વિદાય કરવાની હતી તે જ પરિવારે દીકરીની અર્થી ઉપાડી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.