અમેરિકાની યુવતીનું દિલ ભારતીય ખેડૂત પર આવી જતા બંનેએ લગ્ન કરીને તેમનું નવું જીવન શરુ કર્યું.

પ્રેમ એવી વસ્તુ છે કે તે ગમે તે સમયે ગમે ત્યારે થઇ જતો હોય છે, આજે એક એવા જ પ્રેમ વિષે જાણીએ જેમાં અમેરિકામાં રહેતી યુવતીને ભારતના યુવક સાથે આંખ મળી ગઈ હતી તો બંનેએ લગ્ન કરી લીધા અને તેમનું નવું જીવન ચાલુ કર્યું.

આ વાત થોડા વર્ષ પહેલાની છે જ્યાં અમેરિકન જેલિકા લિજેથ ટેરાજસને મધ્યપ્રદેશના હોશંગાબાદના દિપક રાજપૂતની છે.દીપલ મૂળ સિવની માલવાના ગામ બિસોનીકલાના રહેવાસી છે, દિપક ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવે છે અને તે બંનેની પહેલી મુલાકાત ફેસબુકથી થઇ હતી.

તો આ વાતચીત આગળ વધી અને બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આમ જુલી અહીંયા ફરવા માટે આવી હતી.આમ બંને વચ્ચે મુલાકાત વધી ગઈ હતી.

અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને હોળીના દિવસે જ નર્મદા કિનારે સ્થિત ચિત્રગુપ્ત મંદિરમાં સંપૂર્ણ રીતિ-રિવાજ સહીત બંનેએ લગ્ન કરી લીધા હતા. દીપક બી.કોમ પાસ થયેલા છે અને તેમને ઈંગ્લીશ બરાબર નથી આવડતું પણ બંને એક બીજાને સમજી રહ્યા છે અને હવે લગ્ન કરીને તેમની નવું જિંદગી ચાલુ કરી છે.

જુલી મૂળ અમિરાકાના ઓવલી ટોસ બોલવિયા શહેરની રહેવાસી છે અને બંને વચ્ચે ૩ વર્ષ પહેલા ફ્રેન્ડશીપ થઇ હતી અને બંનેએ હાલમાં લગ્ન કરીને તેમનું જીવન બરાબર રીતે ચાલુ કર્યું છે. જૂલી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ રૂચિ ધરાવે છે અને અહીંયા લોકોને તે ખુબ જ પસંદ પણ કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!