અનંત અંબાણીએ વિશ્વવિખ્યાત જામનગરના બાલા હનુમાન દાદાના દર્શને પહોંચ્યા, આ મંદિરમાં છેલ્લા ૬૦ વર્ષથી અખંડ રામધૂન ચાલુ છે.
જામનગરમાં આવેલું છે વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર કે જ્યાં લોકો દેશ વિદેશથી દર્શને આવે છે. અહીં લોકો દાદાને પોતાના દુઃખ દૂર કરવા માટે વિનંતી કરે છે. એવામાં દેશના મોટા મોટા બિઝનેસમેન, નેતા અહીં પોતાનું માથું ઝુકાવવા માટે આવતા હોય છે.
હાલમાં જ મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી પણ અહીં પોતાનું માથું ઝુકાવવા માટે પહોંચ્યો હતો.બાલા હનુમાન મંદિરમાં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે. અહીં દાદાના દર્શને આવતા ભકતો કયારેય નિરાશ થઈને પાછા નથી ફરતા.
અહીં છેલ્લા ૬૦ વર્ષથી રામ નામની અંખડ ધૂન ચાલુ છે. રાત હોય કે દિવસ અહીં છેલ્લા ૬૦ વર્ષથી રામ નામની અખંડ ધૂન બંધ નથી થઇ. તેની માટે બાળા હનુમાન મંદિરનું નામ ગિનિસ વલ્ડ રેકોડમાં પણ જોડાવામાં આવ્યું છે.
આવી સત વાળી જગ્યાએ કોણ આવવાનું પસંદ ના કરે એટલા માટે જ અનંત અંબાણી પણ ગુરુવારની સાંજના સમયે બાલા હનુંમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. બાલા હનુમાન દાદા મંદિરમાં ભકતોનો ખુબજ મોટો ધસારો રહે છે. માટે સાંજના સમયે જયારે મંદિરમાં ઓછા લોકો હાજર હોય ત્યારે અનંત અંબાણી દર્શન માટે આવ્યા હતા.
બાલા હનુમાન દાદાના દર્શન કરીને તેમને ખુબજ ધન્યતા અનુભવી હતી. મંદિર પ્રશાશન દ્વારા તેમને એક સ્મુતિ પણ આપવામાં આવી હતી. અનંત ખાસ અહીં બાલા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યાં તેમને મન મૂકીને દાદાના દર્શન કર્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.