કમરથી નીચેનો ભાગ કામ નથી કરતો તો પણ દીકરીએ બોર્ડની પરીક્ષા આપી પરીક્ષાકેન્દ્ર પર આવેલા બધા લોકોનું દિલ જીતી લીધું.
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ એક કહેવત છે જેને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે જે ઘટના ગુજરાતના ભાવનગર માંથી સામે આવી છે જ્યાં ધોરણ ૧૨ ની સાહસિક બહાદુર વિધાર્થીની જે પરીક્ષા આપવા માટે એમ્બ્યુલન્સમાં પહોંચી હતી.
જે વિધાર્થીની કમ્મર નીચેના ભાગ કામ ન કરતા ચાલી શકતી ન હતી.જેથી તે દીકરી એમ્બ્યુલન્સનો સહારો લઈને પરીક્ષા આપવા માટે પહોંચી હતી જયારે તે દીકરીની હિમ્મત જોઈને દરેક લોકો તે દીકરીના ખુબજ સારા વખાણ કરી રહ્યા હતા.
આ ઘટના દરેક લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે.ઘોરં ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ હાલ ચાલુ થઈ ગઈ છે જેમાં ભારે જોશ અને ઉંમંગ સાથે વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે જઇ રહ્યા છે.
ત્યારે ભાવનગર શહેરના નિર્મલનગરમાં રહેતી અને નંદકુંવરબા વિદ્યાલયમાં અભ્યાસ કરતી દીકરીએ મક્કમ રહીને પથારીવશ હોવા છતાં ધોરણ ૧૨ ની પરીક્ષાની તૈયારી કરી હતી હાલમાં તે દીકરી પરીક્ષા આપી રહી છે.તે દીકરી પહેલા જેવી તૈયાર થશે પરંતુ સમય લાગશે.
તેવું તબીબોએ જણાવ્યું છે,ત્યારે હિમ્મત હારવાની જગ્યાએ તે અડગ રહીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી હતી.ત્યારબાદ તેને ચેરમાં બેસીને પેપર લખ્યું હતું.તે દીકરીની ધગસ જોઈને પરીક્ષા કેન્દ્રના સુપરવાઈઝર અને સંચાલકોએ તેનો ઉત્સાહ વધારીને અભિનંદન પાઠવ્યા હતા.
તે દીકરીએ જણાવ્યું હતું કે તે ગંભીર બીમારીથી પીડાઈ રહી છે જે બીમારીથી અમુક દર્દી તૈયાર થઈ જતા હોય છે તો અમુક દર્દી પથારીવશ જ રહેતા હોય છે.તે દીકરી ગયા વર્ષે પરીક્ષા આપી શકી ન હતી જેથી તે વાતનો અફસોસ થતા તે દીરી આ વર્ષે પરીક્ષા આપવા માટે પહોંચી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.