મરતોલીમાં માં ચેહર સાક્ષાત બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ જીવનમાં આવતા તમામ દુઃખો દૂર થઇ જાય છે.

ગુજરાતની ધરતી પર ઘણા એવા ચમત્કારિક અને સાક્ષાત પરચા રૂપી સ્થાનકો આવેલા છે આ તમામ સ્થાનકોમાં દેવી-દેવતાઓ હાજરા હજુર બિરાજમાન છે. આજે આપણે મરતોલીમાં બિરાજમાન માં ચેહરના મંદિર વિષે જાણીએ.

જ્યાં રોજે રોજ હજારો દુખીયાઓ આવે છે અને માતાજીના આશીર્વાદથી હસતે મોઢે ઘરે જાય છે.માતાજીનું આ મંદિર મહેસાણાની બાજુમાં આવેલું છે, અહીંયા માં ચેહરનું અંદાજિત ૭૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે.

martolima ma chehar (1)

આ સાથે અહીંયા એક ૯૦૦ વર્ષ જૂનું પૌરાણિક વરખડીનું વૃક્ષ પણ આવેલું છે, માતાજીના મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો માતાજીના લગ્ન બનાસકાંઠામાં થયા હતા અને તેમના પતિના મૃત્યુ બાદ તેઓ અહીંયા આવીને બેસ્યા હતા.

આ વરખડીના ઝાડ નીચે તેઓ બેસ્યા હતા અને ત્યાં જ પગલાં પાડીને ફૂલનો દડો થઇ ગયા હતા. આમ માતાજી ત્યારથી અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને ભક્તોના પરચાઓ પણ પૂરતા જ રહે છે. ત્યારબાદ વર્ષ ૧૯૯૬ માં અહીંયા યજ્ઞ થયો હતો જેમાં ૭૦ હજાર લાડવા બનાવ્યા હતા અને ભક્તો અહીંયા વધી ગયા હતા.

martolima ma chehar (3)

તો ભુવાજીએ લાડુની પ્રસાદી પર ચૂંદડી ઢાંકી દીધી અને માતાજીનો દીવો કર્યો અને ત્યારબાદ આ લાડુ ખૂટ્યા જ નહતા. ત્યારબાદ આસપાસના ઘણા ગામડાઓમાં આ પ્રસાદી પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ પાંચ લાડુ વધ્યા હતા જે આજે પણ અહીંયા રાખેલા છે. આમ માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!