પરીક્ષા પૂર્વે જ પિતાનું નિધન થઇ જતા દિલ પર પથ્થર મૂકીને પિતાનું સપનું પૂરું કરવા આ યુવકે ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા આપી.

હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તેમાં પણ ઘણા એવા વિધાર્થીઓ છે જે ગરીબ પરિવારના છે અને તેમને તેમના સપનાઓ પુરા કરવા છે. આ સાથે હાલમાં એક એવો જ વિદ્યાર્થીનો કિસ્સો જોવા મળ્યો છે.

જેમાં પિતાના અવસાન પછી દીકરાએ ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા આપી અને પિતાનું સપનું પૂરું કરવા માટે મહેનત કરે છે.હાલમાં પિતાની છત્રછાયા છીનવાઈ જતા દીકરાએ હિંમત રાખીને પરીક્ષા આપવા માટે ગયો હતો.

પિતાની એવી ઈચ્છા હતી કે તેમનો દીકરો એન્જીનીયર બને અને તેની માટે આવા શોકની વચ્ચે પણ દીકરાએ હિંમત રાખીને તૈયારી કરી પરીક્ષા આપી હતી. પાટણના શ્રીનગરમાં રહેતા એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલમાં ધોરણ દસનો અભ્યાસ કરતા પૂર્ણેશના પિતાનું નિધન થયું હતું.

તેમનું નામ શૈલેષભાઈ હતું અને પરીક્ષા ચાલુ થાય તેની પહેલા જ તેમનું નિધન થઇ ગયું હતું તો પરિવારમાં ગમગીન માહોલ છવાયો હતો. પિતાનું બીમારીને લીધે અવસાન થઇ જતા દીકરો પિતાના સપનાને પૂરું કરવા માટે આગળ વધ્યો હતો. દિલ પર પથ્થર મૂકીને ભારે શોકની વચ્ચે બોર્ડની પરીક્ષા આપવા માટે તે ગયો હતો.

પૂર્ણેશ એવું કહી રહ્યો છે કે તેને નાનો ભાઈ છે જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તો તેને તેના માતા અને તેનું ધ્યાન રાખવાનું છે. એટલે જ તે હવે તેના પિતાનું સપનું પૂરું કરશે અને આગળ તે તેના પરિવારનું પણ ધ્યાન રાખશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!