અહીં ભૂતોએ એક જ રાતમાં બનાવી દીધુ મંદિર, મંદિરનો ઇતિહાસ છે અનોખો, જ્યાં જવા માત્રથી જ બધા દુઃખ દૂર થઇ જાય છે.

અત્યારના આધુનિક સમયમાં દરેક લોકોની આસ્થા અને શ્રદ્ધા ભગવાન સાથે ખુબજ જોડાયેલી છે.જેથી દેશમાં દેવી દેવતાના અનેક મંદિરમાં ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય છે.

જયારે અનેક ભક્તો પોતાની મુશ્કેલી દૂર કરવાં માટે માનતા પણ રાખતા હોય છે ત્યારે તેમની મુશ્કેલી દૂર પણ થયા છે.ત્યારે કહેવામાં આવે છે કે ભગવાનના મંદિરથી ભૂત દૂર ભાગતા હોય છે.પરંતુ તમને કોઈ એવું કહે કે આ મંદિર ભૂત દ્વારા જ બનાવવામાં આવ્યું છે.

તો તમને જરૂર નવાઈ લાગશે ત્યારે આજે અમે તમને જે મંદિરની વાત કરવાના છીએ જે મંદિર ભૂતોના મંદિર તરીકે પ્રખ્યાત છે.તે મંદિરનું ડરામણું સત્ય જોવા માટે લોકો દૂર દૂરથી ત્યાં જતા હોય છે.

તે મંદિરને જોતા જ એવું લાગશે કે તે મંદિર ઉતાવરમાં બનાવામાં આવ્યું હશે,સાથે આ મંદિરનું નિર્માણ કહે છે કે આ મંદિર બનાવનારે અધૂરું મૂક્યું હશે.તેવું પણ કહેવામાં આવે છે તે મંદિર બનાવતા બનાવતા સવાર પડી ગઈ તેથી ભૂતોએ તે કામ અધૂરું છોડી દીધું આ મંદિર મધ્યપ્રદેશના સિહોનીયા શહેરમાં આવેલું છે.

આ મંદિર જમીનથી ૧૧૫ ફૂટની ઊંચાઈ પર છે.કાંકણમઠ મંદિરને જોતા ખબર પડી જાય કે આ મંદિર ૧૧ મી સદીમાં બનાવવામાં આવ્યું હશે.જે મંદિરના નિર્માણમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો તે પથ્થરનું જ મંદિર છે.

તે મંદિરને જોતા તમને પણ એવું જ લાગશે કે આ મંદિર હમણાં પડી જશે જે મંદિર જે પથ્થરથી બનાવામાં આવ્યું છે તે પથ્થર આસપાસ ક્યાંય જોવા મળતા નથી એક માન્યતા એવી પણ છે જ્યાં એક જ રાતમાં ભૂતોએ દૂર દૂરથી પથ્થર લાવીને આ મંદિરનું નિર્માણ કર્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!